બેંકોની અજીબ શરત, લોન જોઇએ છે તો ગિરવે રાખો પોતાની ન્યુડ સેલ્ફી

જયારે કંઇક અજીબ થાય છે તો તેને ચીનમાં હોવાનો ચાન્સ રહે છે. ચીનથી અજુબા દેશ બીજો કોઇ હોય શકે નહીં જે હટકે કરવામાં દુનિયાભરમાં પ્રખ્યાત છે. હવે જયારે જનસંખ્યા જ એટલી અપાર છે તો લોકોની જરૂરતો પણ વધારે હશે. આજકાલ ટ્રેન્ડ ચાલી પડયો છે લોન લઇને શોખ પુરા કરવાનો અને યુવા તે બાજુ આંખો બંધ કરીને વધી રહયા છે.

બેંક પણ સહજતાથી લોન લઇને પૈસાથી પૈસા બનાવવામાં લાગ્યા છે, પરંતુ લોન વાપસી એક મોટી સમસ્યા બનતી જઇ રહી છે તેને જોઇને ચીનની બેંકોએ જે યુકિત કાઢી છે તે અજીબોગરીબ છે. ન માત્ર અજીબ, પરંતુ વાહિયાત પણ છે.

ચીનમાં બેંક હવે યુવાઓ માટે લોનના બદલામાં ગિરવે માટે ન્યુડ સેલ્ફી માંગી રહયા છે. આ રીતનો ઉપયોગ વધતો જઇ રહયો છે, જેનાથી વધારે પડતી કંપનીઓ અપનાવી રહી છે. આ ખબરનો ખુલાસો કરતા વાઇસ ઓસ્ટ્રેલિયાનું કહેવું છે કે ચીનની બેંકો લોન માંગવાવાળા યુવાનોથી નેકેડ સેલ્ફી ગિરવે રાખવાની માંગી રહી છે. જો કોઇ કારણથી લોન ન ચુકાવી શકાય તો આ સેલ્ફીથી ધમકાવા માટે ઉપયોગ કરી શકાય.
લોન ન ચુકાવવા પર બેંક યુવાઓને ધમકી આપે છે તેની ન્યુડ સેલ્ફી તેના પરિવાર તથા દોસ્તોની વચ્ચે લીક કરી દેશે. જણાવવામાં આવી રહયું છે કે બેંક નેકેડ વીડિયોની પણ માંગ કરે છે. આ રીતની લોનને નેકેડ લોન સર્વિસ નામ આપવામાં આવ્યું છે. ચીનમાં મોટા પ્રમાણમાં આવી લોન આપવામાં આવી રહી છે.

ચાઇના યુથ ડેલીની માનીએ તો વર્ષ ૨૦૧૬માં આવી ન્યુડ તસવીરોને જાહેર પણ કરી દેવામાં આવી હતી. આ તે હતા જે યુવાનોએ ૧૦૦૦ થી લઇને ૨૦૦૦ ડોલર સુધીની લોન લઇને પછી ચુકાવી ન હતી. એવી પણ ખબર છે કે ઘણા લેણદારોથી લોનના બદલે સેકસ વર્કરનું કામ કરવામાં આવે છે. જો કે સરકાર આ રીતની રીકવરીની વિરુદ્ધમાં છે પરંતુ સોશ્યલ મીડિયા દ્વારા જોરશોરથી આ કામ થઇ રહયું છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *