પાકિસ્તાન વિરુદ્ધ મળેલી શાનદાર જીત પછી ચહલે કહયું કંઇક એવું, સાંભળીને બધા ભારતીયોને થશે ગર્વ

પાકિસ્તાન વિરુદ્ધ ટીમ ઇન્ડિયાને મળેલી શાનદાર જીત પછી યુવા સ્પીનર યુજર્વેન્દ્ર ચહલે કહયું કે પાકિસ્તાન ટીમને સતત બે મેચમાં હરાવવું અમારા માટે ઘણું શાનદાર રહયું. આ જીત પછી અમારી ટીમનો ફાઇનલ માટે આત્મવિશ્ર્વાસ વધી જશે.
એશિયા કપ ૨૦૧૮ના સુપર-૪ મુકાબલામાં ભારતનો મુકાબલો પાકિસ્તાનની ટીમ સાથે થયો. રમાઇ ચુકાયેલા આ રોમાચંક જંગમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન બતાડતા પાકિસ્તાનની ટીમને ૯ વિકેટથી હરાવ્યું. જો કે આ દરમ્યાન ભારતીય ટીમના લેગ સ્પીનર યુજવેન્દ્ર ચહલે પણ એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી. તેમણે વન-ડે ક્રિકેટ કેરીયમાં ૫૦ વિકેટ પુરા કર્યા. આ સિવાય તેમણે સૌથી ઓછા વનડે મેચ રમીને ૫૦ વિકેટ પ્રાપ્ત કર્યા સ્પીનરની લીસ્ટમાં ૭માં ક્રમાંક પર પહોંચી ચુકયો છે.
પાકિસ્તાન વિરુદ્ધ જીત અપાવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા યુજવેન્દ્ર ચહલે મેચ દરમ્યાન પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહયું કે પાકિસ્તાને સતત બે મેચોમાં હરાવું અમારા માટે ગર્વની વાત છે. આ જીતની સાથે અમારો ફાઇનલ માટે આત્મવિશ્ર્વાસ વધી જશે. સાથે જ એશિયા કપ ફાઇનલ દરમ્યાન દબાવ પણ ઓછો રહેશે. ત્યાં ક્રિકેટ પ્રશંસક પણ ભારત પાકિસ્તાન મેચ માટે ઘણો રોમાંચિત રહે છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *