કપડવંજ અશ્લીલ ફોટોગ્રાફસમાં મોટો ઘટસ્ફોટ : શિક્ષિકાએ કહયું, અમદાવાદની હોટલમાં…

કપડવંજની એક શાળાના આચાર્ય અને શિક્ષિકાની વાંધાજનક તસ્વીરો સોશિયલ મીડિયામાં છવાયા બાદ આ મામલે રવિવારે શિક્ષિકાએ કપડવંજ પોલીસ મથકે આચાર્ય અને તેની પત્ની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં શિક્ષિકાને આચાર્યા બનાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદ કરી હતી.

કપડવંજની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરણિતા અને નજીકની જ શાળાના આચાર્યની અંગતપણોની તસ્વીરો ફરતી થતા સમાધાનની વાતો વચ્ચે રવિવારે શિક્ષિકાએ કપડવંજ પોલીસ મથકે આચાર્ય જતીન બાલુભાઇ પટેલ અને તેની પત્ની પિન્કીબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આચાર્યએ તેમના ગાંધીનગર શિક્ષણ વિભાગમાં સારા સંબંધો હોઇ, શિક્ષિકાને આચાર્યા બનાવવાની લાલચ આપી હતી. શિક્ષિકા આચાર્યની વાતોમાં આવી ગઇ હતી.

બે વાર આચાર્ય શિક્ષિકાને ગાંધીનગર શિક્ષણ વિભાગમાં જોડે પણ લઇ ગયા હતા. 21મી નવેમ્બર 2018ના રોજ ગાંધીનગર અધિકારીને મળવા જવાનું કહીને આચાર્યએ શિક્ષિકાને બોલાવ્યા બાદ, ગાંધીનગર જવાની જગ્યાએ તેને અમદાવાદની એક હોટલમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ તેના પર દુષ્કર્મ આચરી, વાંધાજનક અવસ્થામાં સેલ્ફી લીધી હતી. ત્યાર બાદ વારંવાર આચાર્ય શિક્ષિકાને પોતાની સાથે આવવા દબાણ કરતો હતો, પરંતુ શિક્ષિકા તાબે ન થતાં આચાર્યએ તેમને વાંધાજનક ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. જેથી આ મામલે શિક્ષિકા આચાર્યના ઘરે ગયા હતા અને આ બાબતે તેમની પત્નીને વાત કરતાં તેઓએ પણ શિક્ષિકા સાથે ઉધ્ધતાઇ ભર્યું વર્તન કરી ફોટા ફરતા કરી દઇશ તેવી ધમકી આપી હતી. હાલમાં મહુધા પોલીસ ઇન્સપેક્ટરને તપાસ સોંપવામાં આવી છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *