આ ક્રિકેટર મેદાન પર દેખાડી રહયો હતો બેટીંગમાં જોશ, પાછળ થઇ ગયું પત્નીનું યૌન શોષણ

આજકાલ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરવાને કારણે બાંગ્લાદેશી ટીમ સમાચારોમાં ચમકી રહી છે. હાલમાં થયેલા ટેસ્ટ મેચમાં શાનદાર પરર્ફોમન્સ દેનારો બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબે પોતાની પત્નીને પોતાની ઇન્સિપરેશન બતાવી. શાકિબ અલ હસનની પત્ની ઉમ્મી અહમદ શિશિર ઘણી ખુબસુરત છે અને તે કારણે તે મીડિયા અને સમાચારોમાં છવાયેલી રહી છે. શિશિર એક સોફટવેર એન્જિનિયર છે અને તેને પાંચ ભાઇ અને એક બહેન છે.

થઇ ચુકયુ છે યૌન શોષણ
સમાચારોની માનીએ તો ૧૫ જુન, ૨૦૧૪ના ભારતની વિરુદ્ધ મીરપુરના નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મેચ દરમ્યાન કથિત રીતે શિશિરનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ આરોપમાં એક બિઝનેસમેનના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી.

બંનેના હતા લવ મેરેજ

બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબની પત્ની એમ તો બાંગ્લાદેશી છે પરંતુ ૧૦ વર્ષની ઉંમરમાં જ તેનો પરિવાર અમેરિકામાં શિફટ થઇ ગયો હતો. બંનેની મુલાકાત ૨૦૧૦માં ઇંગ્લેન્ડમાં થઇ હતી. તે સમયે શાકિબ કાઉન્ટી ક્રિકેટ રમી રહયો હતો અને શિશિર ત્યાં સમર ટ્રેનીંગ માટે પહોંચી હતી. ડેટ કર્યા પછી બે વર્ષ પછી ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ના બાંગ્લાદેશી ક્રિકેટર શાકીબે લગ્ન કરી લીધા.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *