ભારતમાં ફોટો વાયરલ થવા પર કેવું લાગ્યું, પાકિસ્તાની યુવતીએ જણાવ્યું

હાલમાં એશિયા કપ દરમ્યાન મેચ, ખેલ અને ખેલાડીઓની ખબરો સિવાય વધુ પણ ઘણુ બધુ જોયું. જેમ કે પાકિસ્તાનનો એક શખ્સ જન ગણ મન ગાઇ રહયો છે અને રિજલા રેહાન, જેને કેમેરાના એક ફ્રેમમાં આવીને હિન્દુસ્તાન-પાકિસ્તાનને એક કરી દીધા. કેટલાક લોકો હતા જેમણે પ્રમાણિકતા રિઝલાની ખુબસુરતીના વખાણ કર્યા. બાકી ઘણા લીચડ હતા જે તેની લાળ ટપકાવી રહયા હતા કે કોઇ યુવતી કયારેય જોઇ જ ન હોય. હિન્દુસ્તાનમાં ઘણા લોકો લખી રહયા છે કે મેચ ભલે તેની ટીમે જીત્યો હોય, પરંતુ દિલ રિઝલા જ જીતી ગઇ છે. ન્યુઝ ૧૮થી વાત કરતા રિઝલાએ કહયું કે તે પોતાને મળેલા આ અટેંશનથી ઘણી ખુશ છે. તેની ઇચ્છા છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ પાકિસ્તાન જઇને મેચ રમે.

રિઝલાને હિન્દી નથી આવડતી આ માટે પોતાના વિશે લખેલી ઘણી લીચડ વાતો તે વાંચી નહી શકી હોય અને બાકી કેટલીક બકવાસ જે તેના વાંચવામાં આવી હોય, કદાચ તેને તે જાણીજોઇને ઇગ્નોર કરી રહી હોય. લોકોના કોમ્પિલમેન્ટસ સારા લાગે છે. હા શરત એટલી જ કે તે હાર્મલેસ કોમ્પિલમેન્ટસ હોય, બદતમીઝી નહીં.

 

રિઝલા કરાચીની રહેવાવાળી છે, છેલ્લા કેટલાક સમયથી દુબઇમાં રહે છે. ભારત-પાકિસ્તાનના મુકાબલા દિવસે તે સ્ટેડિયમમાં બેસીને મેચ જોઇ રહી હતી. કેમેરાએ રેંડમ તેની ઉપર ફોકસ કર્યો. ટીવી પર મેચ જોઇ રહયા લોકોને રિઝલા દેખાઇ. પછી આ મોમેન્ટની કિલપ બંને દેશોમાં સોશ્યલ મીડિયા પર શેયર થવા લાવી.

રિઝલા પોતે આટલી પ્રખ્યાત થવા પર કહયું, હું એક સામાન્ય પાકિસ્તાની યુવતી છું. મેચ દરમ્યાન મને અંદાજ ન હતો કે કેમેરો મારા ઉપર છે. મેચ પુરી થયા પછી હું ઘર આવી. મને પાકિસ્તાન હારવાનું દુ:ખ હતું. ત્યારે એક દોસ્તનો મેસેજ આવ્યો. તેમાં મારી તસવીર હતી. લખ્યું હતું, ઇન્ડિયાને મૈચ જીતા હૈ, લેકિન પાકિસ્તાનને દિલ જીત લીયા હૈ, મને ત્યારે લાગ્યું કે મારો દોસ્ત મજાક કરી રહયો છે.

ત્યારપછી આ થયું,
આગલા દિવસે એક દોસ્તે મને ફોન કર્યો અને કહયું કે રેડિયોના કેટલાક લોકો મને શોધી રહયા છે. મેં મારા પતિને આ વાત જણાવી તેમણે કહયું આ થોડાક સમયની વાત છે તેની પણ મજા લઇ લે…

રિઝલાએ જણાવ્યું કે મેચવાળા દિવસે ભારતના કોચ રવિ શાસ્ત્રીએ પણ તેની તરફ જોઇને હાથ હલાવ્યો હતો. રિઝલાને ખબર ન હતી કે રવિએ તેને સોશ્યલ મીડિયા પર વાયરલ કલીપવાળી યુવતી તરીકે ઓળખાણ પર આવું કર્યો કે બસ એમ જ. ઇન્ડિયન ટીમની કૈંપથી કોઇ બીજાએ રિઝલાને જોઇને હાથ હલાવ્યો હતો. હિન્દુસ્તાનના તે તમામ લોકોને રિઝલાએ આભાર માન્યો અને કહયું, જે પોતાને તેના ફેન્સ કહી રહયા છે, રિઝલાનું કહેવુ છે કે જો તે કયારેય પણ પાકિસ્તાન આવે, તો ઘણા પ્રેમથી તેનું સ્વાગત કરવામાં આવશે.

રિઝલા કોઇ દિવસ હિન્દુસ્તાન આવવા ઇચ્છે છે, તેમને અહીંની ફિલ્મો ઘણી પસંદ છે. પછી તે શાહરુખ અને સલમાન હોય કે પછી ટીવી આવનારી બિગ બોસ કે હિન્દુસ્તાની સાડીઓ, ઘણી વસ્તુ છે અહીંની, જે તેને ખુબ જ પસંદ પડે છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *