આટલી નાની કેમ હોય છે યુવતીઓની જીન્સની પોકેટ, કારણ છે રસપ્રદ છે ?

તમે પોતાની જીન્સની પોકેટમાં શું શું સામાન રાખી લો છે. એક મોબાઇલ અને વધારેથી વધારે પેન. શું મોબાઇલ પણ પુરી રીતે પોકેટમાં આવી શકે છે. તમે જોશો તો મોબાઇલ તમારી પોકેટમાં દેખાય છે અને બે મોબાઇલ રાખવા વિશે તો તમે વિચારી પણ ન શકો.

ત્યાં જો તમે યુવકોની જીન્સની પોકેટ જુઓ તો તેની સાઇઝ એટલી મોટી હોય છે કે બે મોબાઇલ એક સાથે આવી જાય છે. પાછળની પોકેટમાં મોટું પર્સ પણ રાખી લે છે. જયારે યુવતીઓની જીન્સની પાછળ પોકેટમાં કેટલાક પૈસા રાખવા પર પણ તે ચાલતા ચાલતા બહાર આવવા લાગે છે.

આ માટે યુવતીઓનું હંમેશા એક બેગ રાખવી પડે છે જયારે યુવકો બેગ વિના પણ આરામથી નીકળી પડે છે.

જો યુવતીઓને નાની પોકેટ ન જોઇએ તો તે શું કરી શકે છે. તેની પાસે ઘણા વિકલ્પ હાજર છે. એ ખબર મેળવવા માટે યુવકો તથા યુવતીઓની જીન્સની પોકેટમાં અંતર જાણવા માટે બીબીસીએ જીન્સ અને ટ્રાઉઝર્સ વેચવાવાળ કેટલાક મોટા બ્રાન્ડના સ્ટોર્સ પર જઇને વાત કરી.

લીવાઇસ, પેપે, એચએનએમ, કૈંટાબેલ, ફલાઇંગ મશીન અને લી જેવી બ્રાંડમાં યુવતીઓ માટે જીન્સની અલગ અલગ કેટેગરી હોય છે. કોઇ કેટેગરીમાં નાની પોકેટ, કોઇમાં ફેક પોકેટ (પોકેટ દેખાય છે પરંતુ હોતું નથી) તો કોઇમાં પોકેટ જ નથી હોતું. આપણે દરેક જગ્યાએ યુવતીઓ અને યુવતીઓની જીન્સની પોકેટમાં ઘણા અંતર મળે છે. યુવતીઓની જીન્સની પોકેટ નાની હતી અને યુવકોની મોટી. એવામાં યુવતીઓની પાસે પોકેટને લઇને વિકલ્પ જ સીમિત હોય છે.
જીન્સની જરૂરત યુવકો અને યુવતી બંનેને હોય છે. તેની કિંમત પણ લગભગ એક જેવી હોય છે. તો પછી બંનેની જીન્સના ખીસ્સામાં અંતર કેમ હોય છે ?

ફેશન ડીઝાઇન અદિતી શર્મા યુવતીઓ અને યુવકોની જીન્સમાં પોકેટમાં આ અંતરથી સહમતિ બતાવી હતી. તે યુવતીઓને લઇને બજારની ધારણાને કારણ જણાવે છે. અદિતી કહે છે, સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણી ઓછી બ્રાન્સ અને ડિઝાઇનર યુવતીઓને કપડમાં પોકેટ આપે છે. કેમ કે તેને એવું લાગે છે કે મહિલાઓ ફીગરને લઇને વધારે ચિંતા કરે છે. જો તે ટ્રાઉઝર્સમાં વધારે પોકેટ આપશે તો તેનો વેસ્ટ એરીયા (કમરની આસપાસનો હિસ્સો) વધારે મોટુ લાગશે અને મહિલાઓ તેને પસંદ નહીં કરે.

યુવતીઓના પોકેટને લઇને બજારની આ ધારણાને ફેશન ડિઝાઇનર સુચેતા સંચેતી પણ માને છે. તે કહે છે કે આ રીતના કપડા ડિઝાઇન કરતા સમયે વિચારવામાં આવે છે કે મહિલાઓ કોઇ કપડાને એ માટે વધારે પસંદ કરે છે કેમ કે, તેનું ફિગર સારું દેખાય. પછી સામાન માટે તે ભારતીય પરિધાનોની સાથે બેગ રાખતી આવી છે. યુવકોને મામલામાં તેને પોકેટ રાખવું ઘણું જરૂરી લાગે છે. જો કે હવે મહિલાઓ માટે પણ પોકેટવાળી ડ્રેસ પણ ઘણી આવી રહી છે.
તેનું માનવું છે, સ્લિંગ બેગનો ઉપયોગ કરી શકે છે, પરંતુ દરેક સ્લિંગ બેગ લઇને ફરી નથી શકાતું. જો લે પણ છે તો કેટલી વાર સુધી. એક સમય પછી ખંભા અને પીઠ દર્દ થવા લાગે છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *